નવી દિલ્હી: ભારત સરકાર રેલવે બજેટ (Rail Budget) માં અનેક યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે. દેશમાં રેલવે (Railway) ને મંદીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર હવે PPP મોડલ પર વધુ ફોકસ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (nirmala sitharaman) બજેટમાં જાહેરાત કરી છે કે તેજસ ટ્રેન સેવાની જેમ જ અન્ય ટ્રેનોમાં પણ PPP મોડલનો ઉપયોગ થશે. નવા નાણાકીય વર્ષમાં ભારતીય રેલવેમાં વિભિન્ન યોજનાઓ લાગુ કરાશે. કેન્દ્ર સરકાર રેલવેની કમાણી પર સંપૂર્ણ રીતે ફોકસ કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1150 નવી ટ્રેન PPP મોડલ હેઠળ શરૂ કરાશે
કેન્દ્રીય નાણા મંત્રાલયનું કહેવું છે કે હાલમાં જ PPP મોડલ હેઠળ તેજસ ટ્રેન સેવા શરૂ કરાઈ હતી. કેન્દ્ર સરકાર રેલવેની ઝડપ વધારવા માટે PPP મોડલનો વિસ્તાર કરશે. જે હેઠળ 1150 નવી ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે. આ સેવાઓમાં ખાનગી ભાગીદારીથી પૈસા ભેગા કરાશે. કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે હજુ પણ ભારતીય રેલવેમાં ખર્ચો વધારે અને આવક ઓછી છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...